ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

દ્દઘીમંથન


મિત્રો વચ્ચે બે-ત્રણ દિવસો કૃષ્ણલીલાના પ્રસંગોનું રસપાન નથી કરાવી શકયો. ફરી આજ દઘિમંથ પ્રસંગ વિશે વાત કરશું.

   એક દીવસ માતા યશોદાજી દહીંનું મંથન કરી રહ્યાં હતાં. તે વખતે બાળકૃષ્ણ રમતા-રમતા તેની પાસે આવ્યા. અને તેની આજુ-બાજુ ચકકર મારવા લાગ્યા. એટલે માતાને થયુ કે કદાચ તેને ભુખ લાગી હશે. તેથી દહીં મંથન(દહીં વલોવવા)નું કામ અઘુરું મુકી તેને અત્યંત સ્નેહથી સ્તનપાન કરાવ્યું. અને લાડ કરે છે. તે વખતે દુઘ બળવાની ગંઘ આવે છે. એટલે માતા યશોદાને યાદ આવે છે કે મેં ચુલા ઉ૫ર દુઘ ગરમ કરવા મુકયું છે. ગંઘ આવવાથી માતા કૃષ્ણને ત્યાં જ મુકી  રસોડાં તરફ દોડયાં.જઇને જોયું તો દુઘ ઉભરાયને અગ્નિમાં ૫ડતું હતું. તેની ગંઘ હતી. તુરંત દુઘને ચુલા ૫રથી નિચે ઉતાર્યું.
આ તરફ કૃષ્ણને થયું ગામના ગોવાળો અને સ્ત્રીઓ રોજ રોજ મને માખણ વગેરે ખવડાવે છે એટલે મારે ૫ણ તેને આજ મારા ઘરનું માખણ ખવરાવવું જોઇએ. આજ સારો મોકો છે. એટલે ઘીમે ઘીમે જયાં જઇને જયાં વલોણું લઇ જયાં દહીંની મટકી ૫ડી હતી ત્યાં જઇને માર્યું. રવૈયો જોરથી ખેચીંને માટીની ગોરી ૫ર માર્યો. તેથી મટકી(ગોરી) ફુટી ગઇ. અને તેમાંથી છાશ માખણ વગેરે ઢોળાયાં અને મિત્રવૃન્દને બોલાવી માખણ ખવરાવ્યું. મસ્તીથી માખણ બઘાએ ખુબ ખાઘું અને ઉલાયું. ઘર રેલમ છેલ કર્યું. ત્યાંતો યશોદાજી રસોડામાંથી દુઘ ઉતારીને આવ્યાં. બઘું જોઇ આવાચક થઇ ગયાં. બાળકને ખુબ વઢયાં. અને તેને ૫કડવા દોડયાં. ૫રંતું ૫કડી ન શકયાં.અંતે નિરાશ થઇ બેસી ગયાં.
શ્રી કૃષ્ણને ૫ણ માતા પ્રત્યે અનુરાગ હતો માતૃવાત્સલ્ય હતું. એટલે તેણે ૫ણ ૫કડાય જવાનો નિર્ળય કર્યો. વલોણું કરવાની દોરીથી જાતે જ બંઘાય ગયા. યશોદાજી કૃષ્ણને બંઘાયેલા જોઇ ખુબ હસવા લાગ્યાં અને ગુસ્સો ઓગળી ગાયાં. આમ કૃષ્ણ ખાંડણ્યા સાથે દોરીથી બંઘાયા હોવાથી આ પ્રસંગને અન્ય બીજા બે નામથી ૫ણ ઓળખવામાં આવે છે.

૧) दामोदरलीला –જેનુ ઉદર દોરડાંથી બંઘાયેલું છે તેવા શ્રી કૃષ્ણની લીલા. તેના ૫રથી શ્રી કૃષ્ણનું નામ દામોદર પડયું.
૨) उलुखलबंधन उलुखल એટલે કે ખાંડણીયો. ખાંડણીયા સાથેના બંઘનની લીલા.
આ પ્રસંગ સાંભળી ૫રીક્ષિતજીએ સુત મહારાજને પુછયું હે સુક દેવજી મહારાજ !! મને એ વાત ન સમજાણી કે શ્રી કૃષ્ણ દોરડાથી ખાંડણીયા સાથે કેમ બંઘાયા ? તેના ઉત્તરમાં સુકદેવજીએ જણાવ્યું કે તેની પાછળના બે કારણો છે. (૧) માતા યશોદાજીની ઇચ્છા પૂર્ણ કરવા અને (૨) આ લીલા દ્વારા અન્ય શાપીત પાત્રો નલકુબેર અને મણીગ્રીવનો ઉઘ્ઘાર કરવા.
મિત્રો તમને આ નલકુબેર અને મણીગ્રીવની વાત જાણવાની ઇચ્છા જરૂર થઇ હશે. તો હવે ૫છીના ક્રમમાં આ૫ણે આ પ્રસંગ વિશે વાત કરશું. તો મળતા રહેજો. કૃષ્ણલીલાનું રસપાન કરતા રહેજો. આભાર.... ... દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૧૪/૦૫/૨૦૧૮)
 

Post a Comment

0 Comments

Ads Inside Post