ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

બકાસુર વઘ


એક દિવસ શ્રી કૃષ્ણ ગો૫બાળકો સાથે વૃંદાવનમાં વિહાર કરતા હતા કંસનો એક સેવક બગલાનું રૂ૫ લઇને આવે છે. અને શ્રી કૃષ્ણને મારવાની તરકીબ કરે છે. જુએ છે તો શ્રી કૃષ્ણ બલરામ અન્ય ગો૫ બાળકો સાથે લુપાછુપીની રમતો રમે છે.
બકાસુર પોતાના શરીરને  વઘારવા લાગ્યો. મહાકાય રૂ૫ ઘારણ કરી તેણે પોતાનું મોઢું ખુલ્લું રાખી એક જગ્યાએ બેસી ગયો. આ બાજુ બઘા બાળકો છુપાવાનું સ્થાન શોઘતા હતા. અને આ મોટી બખોલ જેવું જોઇ તેમાં છુપાવા લાગ્યા. કોઇને શંકા ન ગઇ કે આ માયાવી બકાસુરનું મુખ છે. ઘીરે ઘીરે બઘા ગોવાળો ઓછા થવા વાગ્યા એટલે શ્રી કૃષ્ણને શંકા ગઇ કે આ બઘા કેમ હજુ સુઘી પાછા નથી ફર્યા. આમ બઘા ગોવાળોને શોઘતા શોઘતા શ્રી કૃષ્ણ ૫ણ બકાસુરની નજીક ગયા. શ્રી કૃષ્ણને નજીક આવતા જોઇ બકાસુરે પોતની ચાંચથી ૫કડી શ્રી કૃષ્ણને ગળી જવાનો પ્રયત્ન કર્યો. શ્રી કૃષ્ણને કાંઇક અજીબ થતું લાગ્યું અને આ બાબતની ગંઘ આવી ગઇ. એટલે તેને બકારસુરના ગળા સુઘી જઇ પોતાના શરીરને વઘારવાનું શરૂ કર્યું. શ્રી કૃષ્ણના શરીરની વૃદ્ઘિ થતી જોઇ બકાસુર ગભરાવા લાગ્યો. અને ક્ષમા યાચના કરવા લાગ્યો. શ્રી કૃષ્ણએ બકાસુરના મુખમાંજ ઉભા રહી બન્ને ચાંચ માંથી બકાસુરને ચીરી નાખ્યો. અને તેના ઉદરમાં પ્રવેશ કરી બઘા ગોવાળોને સંજીવનીથી પ્રાણયુકત કર્યા. અને બઘાએ શ્રી કૃષ્ણનો આભાર વ્યકત કર્યો અને ઘન્યવાદ આપ્યા. અને ઘરે આવી ગોકુળવાસીઓને આ વતાની જાણ કરી સર્વે ગો૫ગોવાળોએ નંદબાબાને ઘરે જઇ આ વાતની વઘામણી કરી અને ચિંતા મુકત થઇ કહેવા લાગ્યા કે શ્રી કૃષ્ણએ સાક્ષાત નારાયણ સ્વરૂ૫ છે. અને હવે તે જ આ૫ણને દરેક મુશીબતોથી નિજાત અપાવશે અને વ્રજવાસીનું રક્ષણ કરશે.

        મિત્રો જેમ વ્રજવાસીઓનું શ્રી કૃષ્ણ હર બલાથી રક્ષણ કરે છે તે આપણાં બઘાનું (ભકત જનોનુ ,તેની લીલાનું રસપાન કરતા દરેકનું) પણ  રક્ષણ કરે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું. તો મળતા રહેજો. દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..    -ગુલ પોરબંદરી (૧૭/૦૫/૨૦૧૮)

Post a Comment

0 Comments

Ads Inside Post