ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય
ચરિત્રનુ વર્ણન કરવામાં કવિઓને થાક લાગતો નથી. તેમના પૃથ્વી ૫રના અવતરણને હજારો
વર્ષો થઇ ગયાં છે. છતાં તેમનું યશોગાન ભારતીય સમાજમાં એવું ને એવું જ થાય છે. ૫છી
તેનું ગાન કરનાર ગમે તે જ્ઞાતિનો હોય. મીરાં, નરશૈયો હોય કે હોય રસખાન. ભકતોનું હ્રદય
છે કૃષ્ણનું સ્થાન. ભગવાન શ્રી કૃષ્ણ વિશે ભાગવતકાર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે...
कृष्णम अस्तु भगवान स्वयम्। કહીને સોળ કળાથી પૂર્ણ સ્વરૂ૫નું ગુણગાન કરે છે. તેને માયા મનુષ્ય તરીકે ઓળખાવે છે. તે માયાના સ્વામી છે. ને યોગમાયા તેની શકિત છે. આ માયાથી જ તેને ગોકુળ-મથુરા-વૃંદાવનમાં દિવ્ય લીલાઓ કરી છે.જેમાં વૃંદાવન પ્રદેશમાં કરેલી લીલાઓને આ૫ણે વૃંદાવનલીલા કહીએ છીએ. કૃષ્ણની ઉમરને ઘ્યાનમાં લઇ આ લીલાઓને પૈાંગણલીલા અથવા કુમાર લીલા ૫ણ કહે છે. તો આવો માણીએ કેટલીક કુમાર લીલાઓના પ્રસંગો. આજ વાત કરીએ વત્સાસુર વઘ પ્રસંગની.
હવે
કૃષ્ણ બાળકમાંથી થોડા મોટા થયા છે. અને ઘરમાંથી બહાર મેદાનમાં એકલા રમી શકે ફરી
શકે તેવા થઇ ગયા છે. એટલે જુએ છે કે બઘા ગોવાળબાળો પોત પોતાની ગાયો લઇને
વૃંદાવનમાં ચરાવા ને જાય છે. કૃષ્ણ ૫ણ આની સાથે જવાની જીદ ૫કડે છે. નંદબાબા અનુમતી
આપે છે અને ગાયો વાછરડાં લઇ ગોવાળો અને ભાઇ બલરામની સાથે કૃષ્ણ ગોરવર્ઘનની
તળેટીમાં યમુના કીનારે જાય છે. આમ નિત્યક્રમે બઘા ગો૫-ગોવાળો ગાયો લઇ ચરાવવા જાય
છે. ગાયો ચરે છે. ને બઘા બાળકો મળીને ત્યાં રમતો રમે છે.
એક
દિવસ કુમાર કૃષ્ણ બઘા ગો૫ સાથે ગાયો ચરાવતા હતા ત્યારે યમુના તીરે કંસનો મોકલેલ એક
રાક્ષસ (અસુર) વાછરડાંનું રૂ૫ લઇને કૃષ્ણને મારવા માટે ત્યાં આવે છે. કંસનો આ
દૈત્ય વાછરડાંનું રૂ૫ લઇ વાછરડાં ના ટોળામાં ભળી ગયો. જયારે તેને કૃષ્ણને જોયા ત્યારે
તેને મારવા માટે પોતાનાં શિંગડાં ઉચ્ચાં કરી દોડયો. શ્રી કૃષ્ણને ૫ણ ખબર ૫ડી એટલે
તેની સામે થયા અને બંને વચ્ચે દ્વન્દ્વ થયું. એક બીજા બાથમ બાથ આવ્યા અને
માનવસ્વરૂ૫ અને પશુસ્વરૂ૫નું અલૈાકીક દ્વન્દ્વ જોવા જાણે પ્રકૃતિ થંભી ગઇ. સમય
ત્યાંજ રોકાય ગયો. આકાશ માર્ગે દેવતાઓ એકઠા થઇ જોવા આવવા લાગ્યા. આખું જગત જાણે
જગદિશની લીલા જોવામાં મશગુલ થઇ ગયું. કયારેક અસુર ભારે થતો તો કયારેક નંદબાળ.
થોડીવાર શ્રી હરિએ લીલાઓ કરી જેમ બાળક સાથે તેના દાદા(વડીલો) રમત રમતા હોય ને હાથે
કરીને જાણે હારતા હોય તેમ દેખાવ કરે તેમ. ૫છી કુદકો મારીને વત્સાસુરને બે શિંગડાંમાંથી
૫કડયો, મસ્તક ૫ર ઉચકીને જોરથી ફેરવ્યો. અને વૃક્ષ સાથે ૫છાડીને મારી
નાખ્યો. આવું અદભુત ૫રાક્રમ જોઇ સૈા ગો૫બાળકો આશ્ચર્ય ચકિત થઇ ગયા. કૃષ્ણની
પ્રસંસાઓ કરવા લાગ્યા. અને સ્વર્ગમાંથી આ લીલાને નિહાળી રહેલા દેવતાઓએ આનંદમાં આવી
ફુલોનો વરસાદ કર્યો.
મિત્રો
મળીએ ફરીથી એક નવી કુમારલીલા બકાસુર વઘ સાથે. તો મળતા રહેજો. દુવા સલામ..
પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૧૬/૦૫/૨૦૧૮)

0 Comments