મિત્રો, કૃષ્ણ ભગવાનની બાળલીલામાં વિશ્વરૂ૫ દર્શનની
લીલાથી તેના ભકતોને પોતે ઇશ્વરનો અવતાર છે. તેવું પ્રમાણ અપી ભકતોને નિશ્ચિંત
થવાનું જાણે સુચન કર્યું છે. આવો આજ વિશ્વરૂ૫ દર્શન વિશે જાણીએ.
ભાગવત પુરાણમાં બાળકૃષ્ણએ (બાળલીલા રૂપે) બે વખત
વિશ્વરૂ૫ દર્શન કરાવ્યાનું વર્ણન જોવામળે છે. એક દિવસ બાળકૃષ્ણ યશોદાજીના ખોળામાં રમતા હતા, અને તેને લીલા કરવાનું મન થયું અને માતાને
વિશ્વરૂ૫ના દર્શન કરાવવા તેણે બગાસું ખાઘું. તે વખત યશોદાજીએ બાળકૃષ્ણના મુખમાં
નજર કરી તો તેને બાળકૃષ્ણના મુખમાં સમગ્રવિશ્વ, ૫ર્વતો, નદીઓ, સમુદ્રો, જંગલો, આકાશમંડળ, અને ભૂ-મંડલ સહીત સમગ્ર બ્રહ્માડનાં દર્શન
થયાં.બાળકની આ દિવ્યતા ને ન ઓળખવાના કારણે યશોદાજી આખો મિચીં ગયાં અને ડરવા
લાગ્યાં. એટલે શ્રી હરીએ પોનું વિશ્વરૂ૫ સમેટી લીઘું.
ફરી અન્ય
બાળલીલા સાથે આગળ વઘશું. મળતા રહેજો.. કૃષ્ણલીલાનું રસપાન કરતા રહેજો. આભાર.... ...
દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૧૦/૦૫/૨૦૧૮)

0 Comments