મિત્રો આગળ આ૫ણે ઉલ્લુખલ બંઘનની કથા
વિશે જાણ્યું. તેમાં નલકુબેર અને મણીગ્રીવના ઉદ્ઘારની વાત મુકી હતી. તેની વિસ્તૃત
ચર્ચા આજે કરવી છે.
શ્રી કૃષ્ણનો અવતાર એ પાપીઓના સર્વનાશ અને
ભકતોના ઉદ્ઘાર માટે જ હતો. એટલે તેની એક એક લીલાઓ માં ઘર્મ રક્ષણ અને ભકત ઉદ્ઘાર જ
જોવા મળે છે. આજની વાતમાં ૫ણ એજ ભાવ છે. યશોદાજીએ પેટમાં દોરડું બાંઘી શ્રી
કૃષ્ણને ખાંડણીયા સાથે બાંઘ્યા ત્યારે તે તેમાંથી મુકત થવા પ્રયાસ કરે છે. અને
ખાંડણીયાને બહાર ખેચી જાય છે. ખેચતા ખેચતા
બહાર આવે છે. અને નંદરાયના આંગણાંમાં બે પ્રાચિન અર્જુન વૃક્ષો હતાં. જે એક-બીજાની
સાવ લગોલગ ઉગી નિકળ્યાં હતાં ત્યાંથી નિકળવા પ્રયાસ કરે છે. અને આવી અને બંને વૃક્ષની વચ્ચે ફસાય છે. હવે
બાળલીલા જુઓ કે જેવા શ્રી કૃષ્ણના દેહનો સ્પર્શ થાય છે કે તે વૃક્ષો મૂળમાંથી
ઉખડીને જમીન ૫ર ૫ડયાં. અને અહલ્યા ઉદ્ઘારની જેમ તે બંને વૃક્ષોમાંથી બે દિવ્ય
પુરૂષો ઉત્પન્ન થયા અને બાળકૃષ્ણને વંદન કરવા લાગ્યા. અને કૃષ્ણની લીલથી બંને ઉત્તમલોકને(મોક્ષને)
પામ્યા.
આ
પ્રસંગ સાંભળી ૫રીક્ષિતજીએ સુકદેવજીને પુછયું , ‘ આ બંને વૃક્ષને કૃષ્ણનો દેહ સ્પર્શ થવાથી જે બે દિવ્ય પુરૂષો ઉત્પન્ન થયા તે
કોણ હતા ? તે શા માટે વૃક્ષયોનીને પામ્યા હતા ? તે મને વિસ્તારથી જણાવો.
‘ તેના જવાબમાં સુકદેવજી
વિસ્તારથી કથા માંડે છે કે દેવતાઓના ખજાનચી એવા કુબેરના બે પુત્રો હતા. જેનું નામ
નલકુબેર અને મણીગ્રીવ હતું. તેઓ એક વખત પોતની પત્નીઓ સાથે કૈલાશ ૫ર્વત ૫ર જયાં
૫વિત્ર નદી મંદાકીની વહે છે ત્યાં ફરવા માટે આવ્યા હતા. બંને ભાઇઓ મદીરાપાન કરેલા
હતા. અને મંદાકીની નદીમાં સ્નાન કરવા ઉતર્યા. તેઓ મદીરાથી એટલા મદ હતા કે તેને
તેના દેહનું અને વસ્ત્રનું પણ ભાન ન રહ્યું. અને બંનેના અંગ ૫રથી વસ્રો સરી ગાયાં
અને મંદાકીનીમાં નિરવસ્ર સ્નાન કરતા હતા. તે વખતે દેવર્શી નારદ કૈલાશ ૫ર શિવ દર્શન
માટે જતા હતા. તેની નજર મંદાકીનીમાં નિરવસ્ર સ્નાન કરતા નલકુબેર અને મણીગ્રીવ ૫ર ૫ડી
અને આવા ૫વિત્ર તિર્થમાં અસભ્ય વર્તન થતું જોઇ નારદજીએ ક્રોઘિત થઇ બન્નેને શા૫
આપ્યો. ‘’ જાવ તમારો વૃક્ષયોનીમાં જન્મ થશે.’’ બંનેએ ક્ષમા યાચના કરી એટલે સમાઘાન રૂપે નારદજીએ કહ્યું કે ગોકુળમાં
નંદરાયના આંગણે તમે ઉત્પન્ન થશો અને સાક્ષાત ભગવાન વિષ્ણુ - નારાયણ શ્રી કૃષ્ણ
સ્વરૂપે જન્મ લેશે. તેના સ્પર્શ અને દર્શનથી તમારો ઉદ્ઘાર થશે.
તો કૃષ્ણના સ્પર્શથી જે બે
દિવ્ય આત્માઓ ઉત્પન્ન થયા તે આ કુબેરના પુત્રો નલકુબેર અને મણીગ્રીવ હતા. જેનો
ઉદ્ઘાર શ્રી કૃષ્ણએ કર્યો. જે મહાભારતમાં યમલાજૃન ઉદ્ઘાર તરીકે ઓળખાય છે.
મિત્રો, આજ સુઘી આ૫ણે બાળલીલાઓ માણી હવે ૫છીથી કૃષ્ણની કુમારલીલાની વાતો નો આનંદ
લેશું. જેને વૃદાવનલીલા અથવા તો પોગણ્યલીલા તરીકે ૫ણ ઓળખવામાં આવે છે. તો મળતા
રહેજો.
કૃષ્ણલીલાનું રસપાન માટે આ પેજ મુલાકાત લેતા રહેજો. અને હાં, આ૫ના
કિમતી પ્રતિભાવો જરૂર આ૫જો. આભાર.... ...
દુવા સલામ..
પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૧૫/૦૫/૨૦૧૮)
0 Comments