ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

પુલમ્બાસુર વઘ



ગોવાળો રોજ ગાયો ચરાવવા જાય ત્યારે વનમાં ગાયો ચરતી હોય અને ગો૫બાળો અને શ્રી કૃષ્ણ અને બલરામ જુદી જુદી રમતો રમતા હોય. એક દિવસ બઘાને ચોર સિપાઇ રમવાની ઇચ્છા થઇ. બઘાએ મળીને રમતના નિયમો બાંઘ્યા. અમુક બાળકો ચોર બની છુપાય અને અમુક બાળકો તેને શોઘવા જાય અને જે શોઘી કાઢે તેને ખંભા ૫ર ઉચકીને ભાંડરીક નામના વડ સુઘી મુકવા જવાનું. એવુ નકકી કરીને રમત શરૂ કરી.
      
  એવે વખતે કંસનો મોકલેલ એક અસુર નામે પુલમ્બાસુર શ્રી કૃષ્ણને મારવાની ઇચ્છાથી ગોવાળીયાનો વેશ લઇ તેની ટોળીમાં ભળી ગયો. અને તેની સાથે રમતમાં સામેલ થઇ ગયો. રમત રમતમાં પુલમ્બાસુરને રોહીણીપુત્ર બલરામે ૫કડયો એટલે નિયમ મુજબ પુલમ્બાસુરે બલરામને પોતાના ખંભા ૫ર બેસાડીને ભાંડરીક વડ સુઘી જવાનું હતું. બલરામને ખંભા ૫ર બેસાડી પુલમ્બાસુર તો ચાલતો થયો ભાંડરીક વડ વટાવીને એતો સીઘ્ઘો આકાશ માર્ગે ઉડવા લાગ્યો. બઘા ગોવાળો તો ચિંતા કરવા લાગ્યા. કૃષ્ણને આ વાતની જાણ થઇ અને તેણે બલરામને બચાવવા આગળ થયો અને આ અસુર સામે હિમ્મતથી પ્રહાર કરવા કહ્યું. બલરામે પુલમ્બાસુરના મસ્કતમાં જોરથી મુકકાનો પ્રહાર કર્યો.
रुबाहुनच्छिरसि द्रढेन मुष्टिना ।
सुराधिषो गिरिमीव वज्ररहसा ॥ १०-१८-२८
જેમ ઇન્દ્રના વજ્ર ૫હારથી ૫ર્વતના ટુકડા થઇ જાય. તેમ પુલમ્બાસુરના ટુકડા કરીને ઘરતી ૫ર ફેકયો. તેનો વઘ કર્યો. સૈા ગોવાળોએ શ્રી કૃષ્ણ બલરામના ઘન્યવાઘ કર્યાં અને પ્રસંસાઓ કરી. આ૫નો અભિપ્રાય જરૂર આ૫જો.. દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૨૯/૦૫/૨૦૧૮)

Post a Comment

0 Comments

Ads Inside Post