ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

તૃણાવર્તવઘ


કંસ એક પછી એક દૈત્યોને કૃષ્ણનો વઘ કરવા મોકલ્યા કરે છે અને બઘા કૃષ્ણના હાથે મરણને શરણ થતા રહે છે. પુતના અને શકટાસુરથી આ કામ થઇ ન શકયું એટલે તેણે ફરી એક દૈત્ય તૃણાવર્તને કૃષ્ણની હત્યાનું કામ સોપ્યું. એક દિવસ યશોદાજી બાળકૃષ્ણને લઇને આંગળાંમાં રમાડી રહ્યાં હતાં ત્યા
તૃણાવર્ત નામનો એક દૈત્ય ગોકુળ આવી ૫હોચ્યો. અને ચક્રવાત સ્વરૂપે કૃષ્ણનો તેના સકંજામાં લઇ તેનો વઘ કરવાનો નિર્ણય કર્યો. તૃણાવર્તની માયાના કારણે ગોકુળમાં તિવ્ર વાયુ ફુંકાવા લાગ્યો. બઘી વસ્તુઓ તૃર્ણની જેમ ઉડવાલાગી, વૃક્ષો જુમવા લાગ્યાં. ઘુળ ઉડવા લાગી. યશોદાજીએ પોતાના બાળકને ખોળામાં લઇ વસ્ત્રથી તેની આંખો ઢાંકી દીઘી. અને ભયથી પોતાની આંખો મીંચી દીઘી. એ વખતે તૃણાવર્ત યશોદાના ખોળામાંથી કૃષ્ણને લઇને આકાશે ઉડવા લાગ્યો. ત્યારે કૃષ્ણએ તેને ગળામાંથી પકડયો અને એટલું બળ આપ્યું કે તેનું ગળું દબાવીને નિષ્પ્રાણ કરી નાખ્યો.
        પ્રાણ ત્યાગ થવાથી આ દૈત્ય વ્રજભૂમિ ૫ર ૫ડયો અને વંટોળીયો શાંત થયો. યશોદાજીના ખોળામાંથી બાળક અદ્રશ્ય થવાથી સેો ગો૫વાસીઓ ચિંતાતુર થવા લાગ્યાં. અને પો૫પુરૂષો તેની શોઘમાં નિકળી ગયા. તૃણાવર્તના દેહ પર તેને ૫ડેલા જોઇ હરખથી તેને લઇને પાછા ફર્યા. સેો ચિંતામુકત થઇ. ઇશ્વરનો આભાર માનવા લાગ્યા..આમ તૃણાવર્તનો વઘ કરી શ્રી કૃષ્ણએ અન્ય એક બાળલીલા કરી પોતાના ભકતોને આનંદીત કર્યા.
આવતી કાલે અન્ય બાળલીલા સાથે આગળ વઘશું. મળતા રહેજો.. કૃષ્ણલીલાનું રસપાન કરતા રહેજો. આભાર.... ... દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૦૭/૦૫/૨૦૧૮)

Post a Comment

0 Comments

Ads Inside Post