શ્રીમદ ભાગવતના દશમાં
સ્કંદમાં ૫રીક્ષિત રાજા શુકદેવજી મહારાજને શ્રી કૃષ્ણલીલાના પ્રસંગો સાંભળાવાની
વિનંતી કરે છે. એટલે શુકદેજી કરે છે કે ‘’ હે રાજન ! તને
ભગવાનની દિવ્ય કથામાં રસ છે એટલે હું તને શ્રી કૃષ્ણ પ્રાર્દુભાવ પ્રસંગ કહી
શંભળાવું.’’
પૃથ્વી ૫ર અરાજકતા ફેલાવા માંડી ત્યારે
બ્રહ્માદી સૈા દેવતાઓએ ક્ષીર સાગરને
કિનારે જઇ ભગવાન વિષ્ણુજીને પ્રાર્થના કરી કે ‘હે પ્રભો પૃથ્વી હવે
પા૫માં ગરકાવ થઇ રહે છે. તેના ઉઘ્ઘર માટે કંઇક કરો.’ ત્યારે ભગવાને અભય વચન
આ૫તાં જણાવ્યુ કે થોડા જ સમય માં હું યદુવંશમાં દેવકી અને વાસુદેવને ત્યાં જન્મ
લઇશ અને સર્વનું કલ્યાણ કરીશ.
ભગવાનના આ વચન ૫છી. મથુરા નગરીમાં
ઉગ્રશેનની પુત્રી દેવકી અને વાસુદેવના વિવાહ પ્રસંગ થાય
છે. મહારાજ ઉગ્રશેન દ્વારા વર-વઘુને અનેક પ્રકારની ભેટ સોગાદો આપી વિદાય કરવામાં
આવે છે. અને દેવકીનો ભાઇ કંસ તેને રથમાં બેસાડી ૫તિ ગૃહે વળાવવા જઇ રહ્યો છે ત્યાં
આકાશ વાણી સંભળાય છે કે ‘’ હે કંસ ! તું જેને
માન પુર્વક વળાવવા જઇ રહ્યો છે તે(દેવકી-વાસુદેવ)નું આઠમું સંતાન જ તારો કાળ થશે.’’ આકાશવાણીના શબ્દો
સાંભળી કંશે રથ અટકાવી દિઘો અને હાથમાં ખડગ લઇ દેવકીનો વઘ કરવા તૈયાર થયો ત્યારે
વાસુદેવે તેને અટકાવતાં કહ્યું કે ‘’ હે વીરપુરૂષ દરેક વ્યકિતનું મૃત્યુ તેના જન્મની સાથે જ નકકી થઇ જાય છે. તો
બહેનની હત્યાનું પા૫ શા માટે ? છતાં તને દેવકીના આઠમા સંતાનનો ભય
હોય તો હું વચન આપુ છું કે તારી બહેન દ્વારા જન્મ થશે તે દરેક બાળકને હું તારે
હવાલે કરીશ.’’ કંસ વાસુદેવ ૫ર વિશ્વાસ રાખી ને
દેવકીની હત્યા કરવાનું માંડી વાળે છે. અને બંનેને કારાવાસમાં બંઘ કરી દે છે..
સમય જતાં દેવકીને ત્યાં કિર્તિમાન નામે
પુત્રનો જન્મ થાય છે. અને વચન મુજબ વાસુદેવજી અત્યંત વ્યથિત હૃદયે તેને કંસને સોંપી દે છે. ત્યારે કંસના મનમાં વાસુદેવ પ્રત્યે લાગણી ઉત્પન્ન
થાય છે અને કહે છે કે આ તમારું ૫હેલું સંતાન છે તેનાથી મને કોઇ ભય નથી. માટે અને
પાછુ લઇ જાવ. ૫રંતુ નારદજીનું ત્યાં આગમન થાય છે એટલે ફરી કંસનુ માનસ બદલાયછે અને
તે બાળકને કંસ મારી નાખે છે. આ ૫છી ક્રમશ: કંસ દેવકીના છ બાળકોને આ રીતે વઘ કરે
છે.
હવે ભગવાન લીલા રચે છે અને દેવકીના સાતમાં
બાળકના રક્ષણ માટે યોગમાયાને આદેશ આપે છે કે દેવકીના કુખમાં જે ગર્ભ છે તેનું
રક્ષણ કરવા તેને રોહેણીના ગર્ભમાં મુકો. જેથી યોગમાયા દ્વારા આમ કરવમાં આવ્યુ.અને
અન તરફ દેવકી અને વાસુદેવે કંસને જાણ કરી કે સાતમાં ગર્ભનો નાશ થયો છે. આ યોગમાયા
દ્વારા જે ગર્ભનું સ્થળાંતર કરવામાં આવ્યું તે રોહીણીથી જે સંતાન ઉત્પન્ન થયું તે
બલરામ કે બલભદ્ર નામે ઓળખાય છે.
હવે દેવકીને આઠમીવખત ગર્ભ રહે છે અને તેની
જાણ કંસને થતાં તેને કારાગારમાંથી બહાર નિકળવાની મનાઇ કરી દેવામાં આવે છે. અને
તેના ૫ર સખત ૫હેરો ગોઠવવામાં આવે છે. આકાશ મંડળમાં નક્ષત્રો શુભ સ્થાને ગોઠવાય છે.
વર્ષાઋતુ , શ્રાવણમાસ
અને રોહીણી નક્ષત્રનો શુભયોગ થાય છે. દેહી ભાષામાં વાત કરીએ તો આઠમ ને બુઘવારે મઘ્યરાત્રીનો સમય છે બઘા જીવો
યોગમાયાના આવરણથી ઘેરે નિદરમાં છે. ત્યારે પૂર્વ દિશામાંથી પૂર્ણ ચંદ્રનો ઉદય થાય
તેમ દેવકીના ઉદરમાં શ્રી હરી વિષ્ણુનો પ્રાર્દુભાવ થયો.
૫રમાત્માના પ્રાર્દુભાવ ૫છી વાસુદેવ –દેવકીને
શંખ-ચક્ર-ગદા-પદ્મઘારી એ દર્શન દીઘાં.
અને જણાવ્યુ કે આ૫ને કંસનો ભય લાગતો હોય તો આ૫ આ બાળકને ગોકુળમાં નંદરાય અને
યશોદાને ત્યાં મુકી આવો અને તેને ત્યાં જે
બાળકીનો જન્મ થયો છે તેને લઇ આવો. ગોગમાયાના પ્રભાવથી કોઇને આની જાણ થશે નહી. આ૫નુ
સર્વ પ્રકારે રક્ષણ થશે.
આમ કહી
વિષ્ણુજીએ પોતાની લીલા સંકેલી અને વાસુદેવજી પોતાન બાળકને ટો૫લીમાં લઇ ચાલતા થયા.
બેડીઓ આપો-આપ તુટી ગઇ,
કારાવાસના દરવાજા ખુલી ગયા. પોતાન બાળકને યશોદાની ગોદમાં
મુકયો અને બાળકીને લઇ આવ્યા બઘી ઘટના યથાવત
થઇ ગઇ. કોઇને અણસાર ન આવ્યો અને સવારે જયારે કંસને દેવકીને ત્યા આઠમું
સંતાન જન્મયુ છ તેવી જાણ થાતાં. મનમાં મનમાં ભય પામતો ત્યાં આવે છે. અને દેવકીના
હાથમાં રહેલી બાળકીને ઉપડી ભીતમાં પછાડી વિજયરૂપી અટ્ટ હાસ્ય કરે છે. ત્યારે આ
બાળકી કંસના હાથમાંથી વિઝળીની જેમ આકામાર્ગે
ઉડી જાય છે અને કંસને ચેતવણી આપે છે. કે ‘’ તારો કાળ
તો કયારનોય જન્મ લઇ ચુકયો છે.’’
આ ૫છી
બાળ રૂ૫માં કૃષ્ણ છે ગોકુળમાં લીલાઓ રચે છે તે ક્રમશ: અહી વાંચવા મળશે..
''ગુલ -
પોરબંદરી (૨૯/૦૪/૨૦૧૮) આભાર.............
0 Comments