કવિ પરીચય
નામ : મનોજ ખંડેરીયા
પિતાનું નામ : વ્રજલાલભાઇ
(મહેસૂલી અધિકારી)
માતાનું નામ : વિજયાબેન
જન્મ તારીખ :
૦૬/૦૭/૧૯૪૩(જૂનાગઢ)
મુત્યુ : ૨૭/૧૦/૨૦૦૩
વ્યવસાય : વકીલ, ઉધ્યોગપતી
સર્જન : કાવ્ય, ગઝલ. કાવ્ય સર્જનની શરૂઆત
૧૯૫૯-૬૦, પ્રથમ કાવ્ય ‘દિવાલો’ ૧૯૬૬માં ‘કુમાર’ મેગેઝિન માં
છ્પાય.
મુખ્ય સર્જનો : આચાનક (૧૯૭૦),અટકળ (૧૯૭૯),અંજની (૧૯૯૧) - કાવ્યસંગ્રહ
હસ્તપ્રત (૧૯૯૧),
કોઇ કહેતું નથી (૧૯૯૪), વરસોના વરસ લાગે (૨૦૦૭ મરણોતર) –
ગઝલ સંગ્રહ
એવોર્ડ : કલાપી એવોર્ડ(૧૯૯૯) ,ધનજી
કાનજી સુવર્ણચંદ્રક (૨૦૦૩), ગુજરતી સાહિત્ય
અકાદમી પારિતોષિક
❤ચાલો માણીએ મનોજના કેટલાક શેર, શેર
શું મનોજની કલમથી ખરેલા કંકુ-ચોખા❤
જાત થયેલી વેરણ છેરણ
ગઝલોમાં કરતો એકત્ર
નામ ‘મનોજ’ ચડાવો શિવને
ત્રણ અક્ષરનું બીલીપત્ર
ગઝલોમાં કરતો એકત્ર
નામ ‘મનોજ’ ચડાવો શિવને
****
આગંણું બડબડ્યું,ડેલી બોલી ભીંત મૂંગી રહી
ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂગીં ર્હી
*****
પથ્થરના ઘોડા પર બેઠા અસવર અમે
આભને રે કેમ લિયે આંબી?
*****
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે
મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
*****
કૈ ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ
તેજ હશે કે ઝરમર?સૌરભ?કોણ હશે આ?
કૈ નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ
શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
*****
“ મને વ્યકત કરા કાં તને તોડું ફોડું “
મને કોઇ મનમાંથી આપે છે જાસો
*****
ગીરનો થાક કળે પિંડીમાં
રગ રગ જૂનાગઢ તૂટે છે
*****
શબ્દો ખુશ્બૂ અસલી જાણે
ડોલર ફૂલની ઢગલી જાણે
કોણ ગયું કાગળના રસ્તે
અક્ષર-ર્ હી ગઇ પગલી જાણે
*****
શબ્દને પંક્તિમાં વાળી લીધો
એક ઝંઝાવાતને ખાળી લીધો
આંગળી મ્હોરી નથી શકતી જરી
હાથે હેમાળો હવે ગાળી લીધો
*****
લીલા લીલા સંભવ જેવું
આંસુ આસોપાલવ જેવું
*****
હવે કાટ સોનાનાં દાતરડે લાગ્યો
કહો કઇ રીતે વાઢવા જાઉં વીડી
*****
કપાય કે ન બળે , ના ભીનો વા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિક્લ્પ નથી
*****
પ્રગટાવ પાણિયારે તું ઘીનો દિવો હવે!
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ
*****
લખાયા પાહેલાં જ પોઢી ગયેલા
ઘણા શબ્દની છે કબર આંગળીમાં
કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ!
વણાતી રહી હર પ્રહર આંગળીમાં
*****
એમ છૂટા થવું પડ્યું અહીંથી-
સાવ કાચો કૂણો કપાયો નખ
*****
ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી
*****
ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે
ફરું છું લઇ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે
નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે
*****
જિંદગી જીવવા શબદ આપી
કેવી માગ્યા વગર મદદ આપી
ચાંદની દીધી ને સ્મરણ દીધાં!
ને ઉપરથી ઋતુ શરદ આપી
તૂટવા ના દીધા કદી અમને,
મજબૂતી માંહ્યલો મરદ આપી
*****
ઇજાગ્રસ્ત –સણકા –સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ
ઉખેડો તો કાયમ ઉખેડાયા કરતો,
ન પૂરો થતો કેમે’ તાકાનો માણસ
ગમે તે તરફથી અડો તો ચિરાશો,
બનાવ્યો છે બેધારા ચાકાનો માણસ
ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
નજાકતનો; સુરમા –સલાકાનો માણસ
અમારી જ અંદર જવા યત્ન કરતાં –
સતત અમને રોકે છે નાકાનો માણસ
શિરાએ શિરામાં સુરંગો પડી છે
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ
નગર આખું થઇ જાય ગમગીન-મૂંગું
થતો ચૂપ જ્યારે તડાકાનો માણસ
*****
આ શબ્દો જ માયાવી છળ છે કે શું?
એ સોના હરણવાળી પળ છે કે શું ?
મને કોઇ અજગર સમું ભીંસતું ,
એ મારા જ પહેરણની સળ છે કે શું ?
*****
શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા
એકાંત મ્હોરનારી આ હરપળની મિત્રતા
પહેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા
આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગુંજતા કાગળની મિત્રતા
*****
નથી દ્વાર કે દોસ્ત મારી દે તાળું
કવિતા તો છલકાતું વરસાદી નાળું
પછી વાતનો ઢોલીયો ઢાળી ઢળશું
હવે રાત થઇ ગઇ, કરી લઇએ વાળુ!
*****
મોતી નીકળ્યા કરે છે આંખોથી
સ્વપ્નમાં આવ્યું માનસર કોને
બે ઘડી આ ગઝલ ગમી તો બસ
દોસ્ત અહીં થાવું છે અમર કોને
*****
નથી ક્યાંય મળવાનો માણસ કે માણસ હવામાં છે
ન શોધો વધુ લઇને ફાનસ કે માણસ હવામાં છે
નથી એ ટિપાતો-ઘસાતો-કદી પણ કપાતો
મૂકો ઘણ –હથોડા ને કનસ કે માણસ હવામાં છે
*****
કયાંથી અક્ષરમાં હાથ નાખ્યો તેં
સાપના દરમાં હાથ નાખ્યો તેં
જિંદગીભર રહીશ દાઝેલો
ઝીણી ઝરમરમાં હાથ નાખ્યો તેં
તાણી જાશે તરંગો કયાંય તને
શાંત સરવરમાં હાથ નાખ્યો તેં
ચાડી ખાશે સુગંધ ગઝલોની
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
*****
માત્ર મેં તો લખી છે તારી વાત
લોક સમજી રહ્યા છે સંત મને
*****
નમણું નમણું ગજવે નાખ્યું
કોનું શમણું ગજવે નાખ્યું
ભીતરથી છું ઝળહળ ઝળહળ
મેં સાંભરણું ગજવે નાખ્યું
*****
કહો આથી વધુ શું જિંદગીનમાં જોઇએ બીજું
ગઝલ છે, ગીર છે, ગીરનાર છે, સોરઠની ધરણી છે
****
નીરખને ગગનમાં તો અહીં ત્યાં ને બધે હું છું
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું .
મને ચશ્માની માફક પહેરવાનું છોડી દો મિત્રો
મને આંજો નયનમાં તો અહીં ત્યાં ને બધે હું છું
તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો
પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું
*****
અતિથિ જેમ પહેલાં આવતી’તી વાર-તહેવારે
પીડાઓ આવવા લાગી તો લાગટ આવવા લાગી
ભરોસો ક્યાં સુધી કરશે સડેલા શબ્દ-કોષોનો
બધી ભાષા ને અર્થોમાં બનવટ આવવા લાગી
*****
લાંબીલચક કયાં પઢાઇ છે પાનબાઇ
આખા અક્ષર અઢાઇ છે પાનબાઇ
જેને મનથી જુદાઇ છે પાનબાઇ
એની ખાલી ખુદાઇ છે પાનબાઇ
*****
તૂટશે ચરડ કરતી સાચવજો
સાવ કાચી સિલાઇ છે પાનબાઇ
*****
આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
તું છેતરી લે તોલમાં,પણ ભાવ બે ન રાખ
નહીંતર હું હાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
*****
ખેલ સકળ નયનોની ખાલી
કુછ નહીં સુંદર કોઇ નહીં ગંદા
શબ્દ અમરી તક્ષશિલા ને
કવિતા સમજ્યા નાલંદા
*****
રાસ તારે નીરખવો હોય ખરો
કર બળ્યો કે મશાલ ખૂલી જા
*****
*****
કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
*****
હકીકતમાં ગઝલનો ‘ગ’ જ સતત ઘૂંટું છું વરસોથી
ખબર છે કે કવિતાનો હજી આખોય કકકો છે.
****
દીર્ઘ નાટક છે –એકપાત્રી છે
કેમ ભજવું કે ટૂંકી રાત્રી છે
કોઇ મારું ભવિષ્ય શું લખશે
મારે માટે કલમ વિધાત્રી છે.
ઘર વિષે અવનવી વાત સહુએ કરી, ભીંત મૂગીં ર્હી
પથ્થરના ઘોડા પર બેઠા અસવર અમે
આભને રે કેમ લિયે આંબી?
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે
મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
*****
કૈ ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
“ મને વ્યકત કરા કાં તને તોડું ફોડું “
મને કોઇ મનમાંથી આપે છે જાસો
*****
ગીરનો થાક કળે પિંડીમાં
રગ રગ જૂનાગઢ તૂટે છે
*****
શબ્દો ખુશ્બૂ અસલી જાણે
ડોલર ફૂલની ઢગલી જાણે
કોણ ગયું કાગળના રસ્તે
અક્ષર-ર્ હી ગઇ પગલી જાણે
*****
શબ્દને પંક્તિમાં વાળી લીધો
એક ઝંઝાવાતને ખાળી લીધો
આંગળી મ્હોરી નથી શકતી જરી
હાથે હેમાળો હવે ગાળી લીધો
*****
લીલા લીલા સંભવ જેવું
આંસુ આસોપાલવ જેવું
*****
હવે કાટ સોનાનાં દાતરડે લાગ્યો
કહો કઇ રીતે વાઢવા જાઉં વીડી
*****
કપાય કે ન બળે , ના ભીનો વા થાય જૂનો
પ્રગટાવ પાણિયારે તું ઘીનો દિવો હવે!
ઘર અંધકાર-ગ્રસ્ત થવાની ઘડી છે આ
*****
લખાયા પાહેલાં જ પોઢી ગયેલા
ઘણા શબ્દની છે કબર આંગળીમાં
કવિતા તો ઢાકાની મલમલ મુલાયમ!
વણાતી રહી હર પ્રહર આંગળીમાં
*****
એમ છૂટા થવું પડ્યું અહીંથી-
સાવ કાચો કૂણો કપાયો નખ
*****
ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શું?
*****
ઉઘાડાં દ્વાર હો તો પણ નીકળવું ખૂબ અઘરું છે
ફરું છું લઇ મને, પણ ખુદને મળવું ખૂબ અઘરું છે
*****
જિંદગી જીવવા શબદ આપી
કેવી માગ્યા વગર મદદ આપી
ચાંદની દીધી ને સ્મરણ દીધાં!
ને ઉપરથી ઋતુ શરદ આપી
તૂટવા ના દીધા કદી અમને,
*****
ઇજાગ્રસ્ત –સણકા –સબાકાનો માણસ
તૂટી જાય સીવેલ ટાંકાનો માણસ
ઉખેડો તો કાયમ ઉખેડાયા કરતો,
ફરે આંખમાં તો ખબર પણ પડે ના,
સતત અમને રોકે છે નાકાનો માણસ
શિરાએ શિરામાં સુરંગો પડી છે
ગમે ત્યારે ફૂટશે ભડાકાનો માણસ
નગર આખું થઇ જાય ગમગીન-મૂંગું
થતો ચૂપ જ્યારે તડાકાનો માણસ
*****
આ શબ્દો જ માયાવી છળ છે કે શું?
શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા
એકાંત મ્હોરનારી આ હરપળની મિત્રતા
પહેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગુંજતા કાગળની મિત્રતા
*****
નથી દ્વાર કે દોસ્ત મારી દે તાળું
કવિતા તો છલકાતું વરસાદી નાળું
પછી વાતનો ઢોલીયો ઢાળી ઢળશું
હવે રાત થઇ ગઇ, કરી લઇએ વાળુ!
મોતી નીકળ્યા કરે છે આંખોથી
સ્વપ્નમાં આવ્યું માનસર કોને
બે ઘડી આ ગઝલ ગમી તો બસ
દોસ્ત અહીં થાવું છે અમર કોને
*****
નથી ક્યાંય મળવાનો માણસ કે માણસ હવામાં છે
ન શોધો વધુ લઇને ફાનસ કે માણસ હવામાં છે
નથી એ ટિપાતો-ઘસાતો-કદી પણ કપાતો
મૂકો ઘણ –હથોડા ને કનસ કે માણસ હવામાં છે
*****
કયાંથી અક્ષરમાં હાથ નાખ્યો તેં
સાપના દરમાં હાથ નાખ્યો તેં
જિંદગીભર રહીશ દાઝેલો
ઝીણી ઝરમરમાં હાથ નાખ્યો તેં
તાણી જાશે તરંગો કયાંય તને
શાંત સરવરમાં હાથ નાખ્યો તેં
ચાડી ખાશે સુગંધ ગઝલોની
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
*****
માત્ર મેં તો લખી છે તારી વાત
લોક સમજી રહ્યા છે સંત મને
*****
નમણું નમણું ગજવે નાખ્યું
કોનું શમણું ગજવે નાખ્યું
ભીતરથી છું ઝળહળ ઝળહળ
મેં સાંભરણું ગજવે નાખ્યું
*****
કહો આથી વધુ શું જિંદગીનમાં જોઇએ બીજું
ગઝલ છે, ગીર છે, ગીરનાર છે, સોરઠની ધરણી છે
નીરખને ગગનમાં તો અહીં ત્યાં ને બધે હું છું
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું .
મને ચશ્માની માફક પહેરવાનું છોડી દો મિત્રો
મને આંજો નયનમાં તો અહીં ત્યાં ને બધે હું છું
તને કોણે કહ્યું કે હું સરળતાથી નથી મળતો
પ્રવેશી જો કવનમાં તો અહીં ત્યાં ને બધે હું છું
*****
અતિથિ જેમ પહેલાં આવતી’તી વાર-તહેવારે
ભરોસો ક્યાં સુધી કરશે સડેલા શબ્દ-કોષોનો
બધી ભાષા ને અર્થોમાં બનવટ આવવા લાગી
*****
લાંબીલચક કયાં પઢાઇ છે પાનબાઇ
આખા અક્ષર અઢાઇ છે પાનબાઇ
જેને મનથી જુદાઇ છે પાનબાઇ
એની ખાલી ખુદાઇ છે પાનબાઇ
*****
તૂટશે ચરડ કરતી સાચવજો
સાવ કાચી સિલાઇ છે પાનબાઇ
*****
આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
તું છેતરી લે તોલમાં,પણ ભાવ બે ન રાખ
*****
ખેલ સકળ નયનોની ખાલી
કુછ નહીં સુંદર કોઇ નહીં ગંદા
શબ્દ અમરી તક્ષશિલા ને
કવિતા સમજ્યા નાલંદા
*****
રાસ તારે નીરખવો હોય ખરો
કર બળ્યો કે મશાલ ખૂલી જા
*****
*****
કલમથી શાહી બદલે દર્દ છટકોર્યું છે કાગળ પર
બીજી કોઇ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહીં
*****
હકીકતમાં ગઝલનો ‘ગ’ જ સતત ઘૂંટું છું વરસોથી
****
દીર્ઘ નાટક છે –એકપાત્રી છે
કેમ ભજવું કે ટૂંકી રાત્રી છે
કોઇ મારું ભવિષ્ય શું લખશે
મારે માટે કલમ વિધાત્રી છે.

0 Comments