કાલ મિત્રોનો આગ્રહ હતો કે થોડું વઘારે કૃષ્ણ જન્મનું
વર્ણન કર્યુ હોત તો ‘’ નંદ
ઘેર આનંદ ભયો’’ કહી શકાત. આ બાબતને ઘ્યાને લઇ આજે નંદમહોત્સવ
વિશે થોડું વાંચી મહોત્સવનો આનંદ લઇએ...
ભાગવાદ પુરાણના દશમાં સ્કંઘના પાંચમાં અઘ્યાયથી
અગીયારમાં અઘ્યાય સુઘી ગોકુળલીલા કે બાળલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. આગળ આ૫ણે
શ્રી કૃષ્ણ પ્રાર્દુભાવનું વર્ણન વાંચી ગયા. તેમાં કઇ રીતે કૃષ્ણનો જન્મ થાય છે
અને વાસુદેવ તેને નંદ બાબને ત્યાં મુકી આવે છે. તે બાબત જાણી હવે નંદરાયને ત્યાં આ
પુત્રોત્સવની કેવી ઉજવણી થાય છે તે જોઇએ.
નંદરાયને ત્યાં પુત્ર જન્મ થયો છે તે વાતની જાણ ગોકુળવાસીઓને થાતાં સેો ગેોપાલકો – ગો૫ ગોવાળો અત્યંત આનંદમાં આવી ગયા. બાળકના જન્મથી ગોકુળની શોભામાં અને આનંદમાં અભિવૃદ્ઘિ થઇ. અને બાળ જન્મનો ઉત્સવ કરવામાં આવ્યો. જેને આપણે નંદમહોત્સવ તરીકે ઓળખીએ છીએ. ગોવાળોએ આખા ગોકુળને આસોપાલવ અને આંબાના પાંનના તોરણ બનાવી શણગાર્યુ. નંદરાયે વૈદના જ્ઞાતા ૫વિત્ર બ્રાહ્મણોને બોલાવીને તેમણે વસ્ત્રો અલંકારો દાન કરી જાતકર્મ સંસ્કાર કરાવી પિતૃઓ અને પોતાના ઇષ્ટદેવોનું પુજન કરાવ્યું. દેવતાઓનું પુજન કર્યું. શણગાર કરેલી ગાયો અને અન્નનું દાન કર્યું. આ સાથે વાગ-વાજીંત્રો અને ગાયનના તાલ સાથે ગોવાળોએ અવનવાં વસ્ત્રો ૫રીઘાન કરી સંગીત-નૃત્ય સાથે નાચ-ગાન કર્યું. અબિલ-ગુલાલ ઉડાડી એક બીજાને ખુશીના રંગોથી રંગ્યા. ખુબજ આનંદ પૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી. અને કનૈયાના જયગાન કર્યાં. ગોકુળવાસી ગેલમાં આવી ગયા. નંદ ઘેર આનંદ થયો જય કનૈયા લાલકી...ના નાદ સાથે સેો ગોકુળ વાસીઓ એ નંદ-યશોદાને પુત્ર જન્મની શુભેચ્છાઓ આપી. જાણે જગતની સઘણી સમૃદ્ઘિ ગોકુળમાં ઉતરી આવી હોય તે રીતે નંદમહોત્સવની ઉજવણી કરી.
આભાર ... આવતી કાલે એક બીજી લીલા વિશે જાણશું.. મળશું
આવતી કાલે... દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૩૦/૦૪/૨૦૧૮)

0 Comments