ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

મારી ગઝલો

(૧)

કદી એ વલીની મઝારે મળે છે

કદી એ મુલાની પુકારે મળે છે 

મળે છે હજુ એ બધા ને મળે છે 

ખુદા લાગણીના 'લ' કારે મળે છે

કહી દો હવાઓ બધાને કહી દો 

દિવાના પતંગા બહારે મળે છે

જીવે છે હજી એ તમારી દુવાથી 

પ્રણયમાં પ્રહારો વધારે મળે છે 

ગલીના વળાંકે મળે છે બજારે 

મળી જાય આંખો ઇશારે મળે છે 

ગયો આજ  'ગુલ' નો દહાડો મજાનો 

પ્રિયા એને આવી ઉતારે મળે છે 

                                     - ગુલ 

(લગાગા - ૪ વખત આવર્તન)

શાળાઓમાં સોપો
 
ખુલ્લા દ્વારો ખાલી બેંચો
શાળાઓ માં સોપો સોપો
કાળા બોર્ડને કોટે લાગી
ચોક રડે છે છાનો છાનો
બૂકો ફફડે રે ટેબલ પર
લટકે ડંકો મૂંગો મૂંગો
રવિ વારની રાહ જોતાં' તા
કાયમ છૂટી? ઓ હો! ઓ હો!
સપનામાં ય ન ભાખ્યું આવું
કોપ્યો રાણો પાકો પાકો
આપો પ્રભુજી અમને માફી
કોપ તમારો રોકો રોકો
- ગુલ પોરબંદરી

(૦૭-૦૪-૨૧)


Post a Comment

0 Comments

Ads Inside Post