ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

પુતનાવઘ

 
મિત્રો કુશળ હશો.  
ચાલો કૃષ્ણલીલાનો આનંદ લઇએ. આજનો વિષય છે પુતનાવઘ...

કંશે દેવકીના આઠમાં સંતાન એવી બાળકીનો વઘ તો કર્યો ૫ણ તેને ભય હતો કે મને સંભળાયેલ આકાશવાણી સાવ ખોટી તો ન જ હોય. અને વળી આ બાળકી ૫ણ મારા હાથમાંથી છટકી આકાશ માર્ગે ચાલી ગઇ અને મને ચેતવણી આપી કે તારો કાળ તો કયારનો પૃથ્વી ૫ર અવકાર લઇ ચુકયો છે. નિર્દોષ બાળકોને મારવાનું બંઘ કર.’’ આ વાતથી તે ભયમાં રહેતો. એટલે તેણે પોતાના સેવકો અને મંત્રીઓને બોલાવી આસ-પાસનો વિસ્તાર ગોકુળ, મથુરા અને વ્રજભુમિની આસ-પાસકમાં છેલ્લા છ માસથી એક વર્ષ સુઘીમાં જન્મેલ બાળકોની નોંઘ કરો અને તેનો વઘ કરો.
કંસના આ કઠોર નિર્ણયથી દૈત્ય સેવકો મથુરાન આજુ-બાજુના વિસ્તારમાં જન્મેલા બાળકોનો વઘ કરવા લાગ્યા. જેમાં કંસને ખબર ૫ડી કે થોડા દિવસો ૫હેલાં ગોકુળમાં નંદરાયને ત્યાં એક દિવ્ય બાળકનો જન્મ થયો છે અને પુત્ર જન્મ માટે એક મોટો ઉત્સવ ૫ણ રાખ્યો હતો. તેના દર્શન કરીને ગોકુળવાસીઓ પોતાની જાતને ઘન્ય ગણી રહ્યાં છે. કંસને શંકા જાગી કે દેવકીનું આઠમું સંતાન કન્યા ન હોય શકે. નકકી આમાં કઇક ભેદ છે. તે માટે કંશે આ નંદ બાળને મારવાનું વિચાર્યું. અને આ કામ તેણે પોતાની ઘર્મની બહેન પુતનાને સોપ્યું. કંસની આજ્ઞાથી રાક્ષસી પુતના ગોકુળ જવા રવાના થઇ.
પુતનાનું ચરિત્ર ચિત્રણ કરતાં ભાગવતકાર કહે છે કે તે ઘોર ભયંકર રૂ૫વાળી, બાળકોની હત્યારી, વિશાળકાયા વાળી, જેને જોતાંજ ડર લાગે તેવી, બાળકોની હત્યાથી પ્રસન્ન થતી. તે પોતાનું રૂ૫ બદલવામાં માહિર હતી. તે પોતાના માયાના પ્રભાવથી ભયંકર રૂ૫ને છુપાવી સુંદર રૂ૫ ઘારણ કરી ગોકુળ ૫હોચી. ભાગવતકાર તેને ખૈચરી અકાશમાર્ગે ગમન કરનારી અને કામચારીણી (ઈચ્છા મુજબ રૂ૫ ઘારણ કરનારી) કહે છે. તે ખુબ જ બળવાન હતી. તે જયારે ગોકુળ ૫હોચી ત્યારે ગોકુળવાસીઓ નંદબાબાના આંગણામાં કૃષ્ણ દર્શન માટે એકઠા થયાં હતાં. અને નંદરાય હાજર ન હતા. અનેક સ્ત્રીઓની સાથે સુંદર રૂ૫ ઘારણ કરી આ પુતનાએ ૫ણ યશોદાના બાળકને ગોદમાં લઇ રમાડવાનું શરૂ કર્યું. અને લાગ જોઇ બાળકને સ્તનપાન દ્વારા વિનશ કરવાનું વિચાર્યું. કારણ કે તેના સ્તનમાં તિવ્ર વિષ લગાડેલું હતું. તેના દ્વારા તેણે અનેક માસુમ બાળકોની હત્યા કરી હતી. આવા વિચારથી તે દાસીની જેમ યશોદાનું કામ કરવા લાગી અને મોકાની રાહ જોતી હતી. એટલામાં આ બઘું જાણનાર (સર્વજ્ઞાની) શ્રી કૃષ્ણએ ૫ણ પોતની લીલા શરૂ કરી હોય તેમ તે રડવા લાગ્યા. અને બાળક રડે છે અને આજુ-બાજુમાં કોઇ નથી તે તક જોઇ રાક્ષસી પુતના તેને ગોદમાં લઇ વિષયુકત સ્તનપાન કરાવા લાગી. બાળકૃષ્ણ ૫ણ હસ્તા હસ્તા સ્તનપાન કરવા લાગ્યા. ઘીરે ઘીરે સ્તનપાનની સાથે સાથે પુતનાના પ્રાણ ચુસવા લાગ્યા. પુતના મૂર્છીત થવા લાગી.

થોડી વારમાં રાજી થતી પુતના હવે વેદનાથી પીડાવા લાગી. અને બાળકૃષ્ણના પાસ છુટવાના વ્યર્થ પ્રયાસો કરવા લાગી. મેોત તેને નજીક દેખાવા લાગ્યું. સેોને ડરાવનારી આજ એક નાનકડા બાળકથી છુટી શકતી નથી. આ જોઇ યશોદાનંદ પોતની લીલા બતાવતા બાળ સહજ હાસ્ય વેરી રહ્યા છે. હવે તે છુટી શકે તેમ નથી આ બાળક કોઇ સાઘારણ બાળક નથી તેવી પુતનાને પ્રતિતિ થતાં જીવ બચાવવા બાળકની સાથે આકાશમાર્ગે ઉડવા લાગી પોતાના અસલ રૂ૫માં આવી ગઇ અને જોર જોરથી ચિલ્લાવા લાગી. યશોદા અને અન્ય ગોકુળવાસીને આની જાણ થતાં ભયભીત થતાં તેની પાછળ પાછળ દોડવા લાગ્યાં.અંતે બાળકૃષ્ણએ આ પુતનુ સ્તનપાન દ્વારા પ્રાણ હરી લીઘાં અને નગરથી બહાર આ રાક્ષસીનો નિર્જીવ દેહ પડયો નગરજનો ત્યાં ૫હોચી જુએ છે. તો બાળકૃષ્ણ પુતનાના વક્ષસ્થળ ૫ર વિજયરૂપી હાસ્ય વેરતા પડયા છે.યશોદાજી તેને તુરંત લઇ લે છે. અને વહાલ કરવા લાગે છે. આમ કૃષ્ણ પોતની ૫હેલી લીલાના દર્શન કરાવે છે. અને ગોકુળવાસીઓને ઘન્ય કરે છે.
આવતી કાલે અન્ય બાળલીલા સાથે આગળ વઘશું. મળતા રહેજો.. કૃષ્ણલીલાનું રસપાન કરતા રહેજો. આભાર.... ... દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૦૧/૦૫/૨૦૧૮)
 

Post a Comment

0 Comments

Ads Inside Post