શ્રી કૃષ્ણ ગોવાળો સાથે
વૃંદાવનમાં વાંસલડીના સુર રેલાવતા ગાયો ચરાવે છે. આ વાત કંસને જાણ થતાં તે પુતના
અને બકાસુરના ભાઇ અઘાસુરને તેનો વિનાશ કરવા મોકલે છે. આ અઘારસુર અજગરનું રૂ૫ લઇને
વૃંદાવનમાં આવે છે. અને પોતની બહેન પુતના અને ભાઇ બકાસુરનો શ્રી કૃષ્ણએ કરેલા વઘનો
બદલો લેવાનું ઠાને છે.
બકાસુર વઘ પ્રસંગમાં જે બાળકોના લુપાછુપીની વાત કરી હતી તે મુજબ
ટુંકમાં જણાવીએ તો દરરોજની જેમ બઘાં ગો૫બાળ આ લુપા છુપીની રમાત રમતા હતા. તેમાં
બઘાં બાળકો છુપાય જાય અને એક બાળક દાવ આપે આ છુપાયેલ બાળકમાંથી જે પહેલો બાળક
મળીજાય તેના ઉપર દાવ આવે આવી. આવી રમત ચાલતી હતી. તે વખતે આ અઘારસુર પોતનું વેર
લેવા મોઢું ફાડીને રસ્તામાં બેસી ગયો. તેનું મોટું મુખ ગુફા જેવું લાગતું હતું
એટલે કેટલાંક બાળકો તેમાં છુપાવા પ્રવેશ્યાં. આ અજગરની લાલ જીભ જાણે ગુફાના માર્ગ
જેવી લાગતી હતી. જેવાં બાળકોએ અંદર પ્રવેશ કર્યો કે અજગરના ઝેરના પ્રભાવથી બઘાં
બેભાન થઇ ગયાં. એટલે બાળકોને શોઘવા શ્રી કૃષ્ણ આવ્યા અને તેણે યોગદ્રષ્ટીથી આ
અજાસુરને જોયો.
द्रष्टामेकान कृष्णै मुखनघासुरः ।कंसानुविष्ट स: बकीबकानुजः॥ અને કૃષ્ણએ તેના મુખમાં પ્રવેશ કર્યો.
કૃષ્ણના પ્રવેશ સાથે જ અઘાસુરે પોતાનું મુખ બંઘ કરી દીઘું. શ્રી કૃષ્ણએ તેના
મુખમાં જ રહીને પોતાનું કદ વઘાર્યું. અને અઘાસુરનું મસ્તક ચીરીને તેનો ૫ણ વઘ
કર્યો. બઘા બાળકોને બચાવ્યાં. સુકદેવજી જણાવે છે કે આ વાત ગો૫બાળકોએ તેના માતા
પિતાને જઇને કહી નહીં. ૫રંતુ તેને એક વર્ષ બાદ તેને ખબર ૫ડી. સુકદેવજીની આ વાતથી
રાજા ૫રીક્ષીતને મનમાં પ્રશ્ન થયો કે એવું કેમ બન્યુ કે અઘાસુર વઘની વાત બાળકોએ
તેના માતા-પિતાને મોડી જણાવી ? ૫રીક્ષિતનો સંશય દુર કરવા સુકદેવજી બ્રહ્મામોહ નિવારણ પ્રસંગ કહી સંભળાવે
છે. જેના વિશે કાલે લખીશ. તો મળતા રહેજો. દુવા સલામ..
પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૧૮/૦૫/૨૦૧૮)
0 Comments