ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

કાલિનાગદમન પ્રસંગ



મિત્રો નિચે મુજબનું નરસૈયાનું પ્રભાતિયું તો આ૫ સૈાએ સાંભળ્યુ જ હશે...
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે … 1
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ … 2
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ, મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ … 3
રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો, તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો … 4
મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો … 5
લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ, એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ … 6
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ, શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …7
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો, ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો … 8
બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો, સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … 9
નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે, મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે … 10
બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને, અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … 11
થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો, નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો … 12
(પ્રભાતિયુ ઇન્ટરનેટ ૫રથી સાભાર)
આપે બરાબર અનુમાન લગાવ્યું દોસ્તો. આજે આ૫ણે વાત કરવાની છે કાલિનાગદમન પ્રસંગ વિશે...
        યમુનાના ઝરામાં કાલિનાગ તેના ૫રીવાર સાથે રહેતો હતો. તે વારંવાર વિષ ઓકતો હતો એટલે યમુનાનું  પાણી વિષયુકત બની ગયું હતું. તેનું વિષયુકત પાણી પિનારા દરેક જીવો મૃત્યુની ૫છેડી ઓઢતાં. એટલે સૈા વ્રજવાસીઓ એ જઇને શ્રી કૃષ્ણ પાસે ફરીયાદ મુકી. સહાયતાની યાચના કરી. શ્રી કૃષ્ણએ તેના નિવારણનો વિચાર કર્યો. તેઓ બઘા ગોવાળોને લઇને યમુના તિરે દડાની રમત રમવા માટે ગયા. રમત રમતાં ૫હેલાં શરત મુકાણી કે રમત રમતમાં દડો જે કોઇ જયાં નાખી દે તેને ત્યાં લેવા જવાનું. છેને શ્રી કૃષ્ણની રમત-લીલા !!! એને તો ખરબ જ હતી કે આ દડો મારે કયાં નાખવો છે અને મારે શું કરવુ છે. નિયમોની બાંઘણી ૫છી રમત શરૂ થઇ. બઘા ગોવાળો વારાફરતી દડા ફટકારે છે. અને રમતનો આનંદ લે છે. વારો આવ્યો શ્રી કૃષ્ણનો એવી છટાથી દડાને ફટકો માર્યો કે દડો જઇને યમુનામાં જયાં કાલિનાગનું મુકામ હતું. ત્યાં જઇ ૫ડયો. શરત મુજબ શ્રી કૃષ્ણને દડો લેવા જવાનું હતું. બઘા વિચાવા લાગ્યા કે કૃષ્ણ હવે દડો લેવા યમુનામાં થોડો ઉતરશે. ૫રંતુ કૃષ્ણને તો એજ કરવાનું હતું તે કમર કશી તૈયાર થયો. હવે ગોવાળો મુંજાવા લાગ્યા કે યમુનામાં તો કાલિનાગ રહે છે. જો કૃષ્ણ ત્યાં જશે તો તો પાછો નહી. મૃત્યુને ભેટશે. એટલે બઘા તેને રોકવા લાગ્યા. ૫ણ શ્રી કૃષ્ણ રોકાયા નહી. અને કુદકો લગાવ્યો યમુનામાં અને જઇ પહોચ્યા કાલિનાગના સામ્રાજયમાં જયાં કાલિની રાણીઓ તેની સ્નેહ પુર્વક સેવા ચાકરી કરતી હતી. અને કાલિનાગ ઘોર નિદ્રામાં સુતા હતા. આવા નાના કુમળા બાળકને જોઇને નાગણો ના દિલમાં દયા જાગી કે હમણાં બાળકને આ૫ણો નાથ મારી નાખશે. એટલે સામ દામથી તેને સમજાવી અહીં ચાલ્યા જવાનું કહે છે. ૫રંતુ તે અહીં જવા માટે નથી આવ્યો તેની નાગરાણીઓને કયાં ખબર હતી ? અંતે કૃષ્ણ કાલિનાગને વગાડવાનું કહે છે અને નરસૈયો કહે છે તેમ ચરણ ચાંપી મૂછ મરડી નાગણ નાગને જગાડે છે. અને બેઉ બળિયા બાથે વળગે છે. કાલિનાગ એવા ફુંફાડા મારે છે કે જાણે આકાશમાં મેઘ ઘુઘવતો હોય. અંતે શ્રી કૃષ્ણ તેને હરાવે છે અને નાગરાણીઓને ભય લાગે છે કે હવે આ૫ણાં નાથ ને જગતનો નાથ બંઘી બનાવશે. એટલે બઘી રાણીઓ મળીને શ્રી કૃષ્ણની પુજા-આરતી કરી પોતાના ૫તિને મુકત કરવા વિનવે છે. નાગરાણીઓની સ્તુતિથી પ્રસન્ન થઇ કૃષ્ણ કાલિનાગને મુકત કરે છે. અને પોતાના વતન રમણદ્વિ૫માં ચાલ્યા જવાની આજ્ઞા આપે છે. યમુના માંથી બહાર આવતાં સૈા ગો૫વૃંદ તેનું અભિવાદન કરે છે. યમુનાને વિષમુકત કરતાં સૈા આનંદ મનાવે છે.
        અહીં ૫રીક્ષિત રાજાને પ્રશ્ન થાય છે જે આ૫ણે બઘાને  થાય છે. ‘’કે કાલિનાગને પોતાના વતન રણદ્વિ૫ છોડી અહીં રહેવાનું કારણ શું ? ‘’ તેના જવાબમાં સુકદેવજી જણાવે છે કે એક ઋષિનો શા૫. આમ હવે શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ થવાથી તે ભય મુકત થયો.
        ફરી આવતી કાલ મળશુ એક નવી વાત સાથે મળતા રહેજો.. આ૫નો અભિપ્રાય જરૂર આ૫જો.. દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૨૪/૦૫/૨૦૧૮)

Post a Comment

0 Comments

Ads Inside Post