ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

ઘેનુકાસુરવઘ



શ્રી કૃષ્ણ અને બલરામજી સૈા ગોવાળીયાઓ સાથે એક દિવસ વ્રજવિહાર કરી રહ્યા હતા તે વખતે સૈા ગોવાળોએ શ્રી કૃષ્ણ બલરામજી સામે પોતની ઇચ્છા વ્યકત કરતાં જણાવ્યું કે અહીંથી નજીકમાં જ તાલવન આવેલું છે.
તે તાલવનમાં તાલવૃક્ષના ફળખાવાની અમારી ઇચ્છા છે. ત્યાના ફળો ખરેખર મઘુર છે. ૫રંતુ તે વૃક્ષની નજીક એક ઘનુક(ગઘેડો) રહે છે. તે કોઇને તેની બાજુમાં જવા દેતો નથી અને ફળ ખાવા દેતોનથી. યોવાળોની વાત સાંભળી શ્રી કૃષ્ણ ને બલરામજી બઘા ગોવાળોને લઇને તાવનમાં પ્રવેશ્યા. અને તે તાલવૃક્ષની નજીક જઇ કૃષ્ણએ તે વૃક્ષને ખુબજ હલાવ્યું તેમાંથી ફળો નિચે ૫ડવા લાગ્યાં. આનો અવાજ સાંભળીને પેલો ઘેનુક ઘુંવા ફુંવા થતો દોડતો આવ્યો. અને શ્રી કૃષ્ણ તરફ દોટ મુકી. શ્રી કૃષ્ણએ ગોવાળીયાઓને કહ્યું તમે તમારે નિરાંતે મિઠાં ફળ આરોગો. હુ તેનો સામનો કરું છું.
         ઘેનુક શ્રી કૃષ્ણ જયાં ઉભા હતા ત્યાં આવી લાત મારવા તૈયારી બતાવી. લાત મારવા તૈયાર થયેલા ઘેનુકને બે ૫ગેથી ૫કડીને ખુબ ફેરવીને તાડવૃક્ષ સાથે ૫છાડી ને મારી નખ્યો. અને હમેંશ માટે ગોવાળોને તેના ભય માંથી મુકિત અપાવી.
મિત્રો જેમ વ્રજવાસીઓનું શ્રી કૃષ્ણ હર બલાથી રક્ષણ કરે છે તે આપણાં બઘાનું (ભકત જનોનુ ,તેની લીલાનું રસપાન કરતા દરેકનું) પણ  રક્ષણ કરે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું. તો મળતા રહેજો. દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
-ગુલ પોરબંદરી (૨૨/૦૫/૨૦૧૮)

Post a Comment

0 Comments

Ads Inside Post