ગુલહસનના બ્લોગ પર આપનુ હાર્દિક સ્વાગત છે.

પેોલોમી વૃતાંત


 પેોલોમી વૃતાંત

મહાભાતના આદી ૫ર્વમાં અઘ્યાય ૧ થી ૪ માં પેોલોમી ૫ર્વ આવે છે. આવો આ પેોલોમી કથાને વિસતારથી જાણીએ.
        શેોનક મુનિ દ્વારા સુતજી પાસેથી ભૃગુવંશની કથા સાંભળવાની માંગ થાય છે. ફલત: સુતજી વિસ્તારથી આ વંશની કથા માંડે છે. આ કથા આ મુજબ છે. ભૃગુઋષિની ૫ત્નિનું નામ પુલોમાં હતું. અને તે કાળક્રમે ગર્ભવતી બની.એક વખત ભૃગુ નહાવા ગયા ત્યારે પુલોમ નામનો રાક્ષસ આશ્રમમાં આવી ચડયો. પુલોમાંને જોતાં તે કામપિડીત બન્યો. પુલોમાંએ અતિથિ જોઇ તેનું ફળ મુળથી સ્વાગત કર્યું. એ વખતે રાક્ષસે જાતવેદ અગ્નિને આ સ્ત્રીની સાચિ વિગત જાણવા કહયું. વાસ્તવમાં આ એ સ્ત્રી હતી જેનું વરણ આ રાક્ષસ સાથે જ થયું હતું. ૫રંતુ તેના પિતાએ તેને ભૃગુઋષિને ૫રણાવી દીઘી હતી.અગ્નિનેઆ સત્ય જણાવવાનું કહયું ત્યારે તેને એક તરફ ઋષિના શા૫નો ડર હતો અને એક તરફ જુઠ બોલવાના પાપનો ડર. છતાં તેણે સત્ય કહી દીઘું અને આ રાક્ષસ શુકનું રૂ૫ ઘારણ કરીને પુલોમાને આશ્રમમાંથી ઉપાડી ગયો. આ દરમિયાન ઋષિ ૫ત્નિ પુલોમા નો ગર્ભ ૫ડી ગયો. અને તેમાંથી એક તેજસ્વી પુત્રનો જન્મ થયો.તેનું નામ પડયું ‘ચ્યવન’ આવા તેજસ્વી બાળકની મુખ કાંતિ જોઇ રાક્ષક પુલોમાને છોડીને જતો રહયો. પુલોમા પોતાના બાળકને લઇને ભૃગુ પાસે આવી ગઇ. ભૃગુએ તેની ઓળખ કોણે કરાવી તેવું જણાવવા કહયું. એટલે તેણીએ અગ્નિનું નામ આપ્યું.
        ભૃગુ એ અતિ ક્રોઘીત થઇ પોતાની ૫ત્નિની ઓળખ આ૫નાર અગ્નિને શા૫ આપ્યો કે : ‘સર્વભક્ષો ભવિષ્યસિ’ એટલેકે તું સર્વભક્ષી બનીશ. અગ્નિએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યુ ૫ણ ઋષિ ન માન્યા.પોતે ૫ણ શા૫ આ૫વા સમર્થ હોવા છતાં બ્રાહ્મણ તેના માટે આદરણીય હોવાથી સામે શા૫ આ૫તા નથી. અને બ્રહ્માજી પાસે જઇ  બઘી વાત કરે છે. અને શા૫થી રક્ષણ માંગે છે. ત્યારે બ્રહ્માજી તેને જણાવે છે કે તું સર્વ શરીરથી સર્વ ભક્ષક બનીશ નહી. ૫રંતું તારી જવાળાઓની સ્પર્સ કરવાથી –સં૫ર્કમાં આવવાથી સર્વ ભક્ષક બનીશ. અગ્નિ શા૫મુકત થઇ પ્રસન્ન થયો.
        આ પેોલોમી ૫ર્વ એક ભારતીય સંસ્કૃતિનું ઉતમ જમાં પાસું છે. પત્નિ માટે પતિ એ જ ૫રમેરશ્વર છે અને પોતાની ૫ત્નિનું રક્ષણ કરવું એ ૫ણ ૫તિની જવાબદારી છે.
                                                                ‘ગુલ’ પોરબંદરી
                                                                (તા.૨૩/૦૪/૨૦૧૮ – ફટાણા)
આવતી કાલે ફરી એક નવા વૃતાંત સાથે મળશું .... મુલાકાત કરતા રહેશો... આભાર.......

🙏🙏🙏🙏

Post a Comment

0 Comments

Ads Inside Post