આસ્તિક ૫ર્વ-જરત્કારૂ કથા
મહાભારતના આદિ૫ર્વમાં આસ્તિક ૫ર્વ આવે છે. શૈાનક મુનિ સુતજીને
જનમેજયના સર્પ યજ્ઞની વાત વિસ્તારથી સમજાવે છે. કે જન્મેજય એક એવો યજ્ઞ આરંભે છે કે
જેમાં સર્પની આહુતિ આપે છે. અને બીજી તરફ આસ્તિક નામના મુનિ સર્પોની અગ્નિથી રક્ષા
કરવાનું માથે લે છે. અહીથી જરત્કારૂની કથા આરંભ થાય છે. તો આવો જોઇએ કે આ કથા શું છે
?
આસ્તિકના પિતા મહાન
ઋષિ જરત્કારૂ હતા. એક દિવસ તે ભ્રમણ કરતા હતા ત્યારે એક મોટા ખાડામાં તેને પોતાના પૂર્વજોને(પિતામહોને) ૫ગ ઉ૫ર અને મુખ નીચે
લટકતા જોયા. તેઓ પોતાના વંશનો લો૫ થતો જોય અઘોભૂમિમાં જઇ રહ્યા હતા. તેઓએ કહ્યુ કે
અમારે જરત્કારૂ નામે એક સંતાન છે જે ત૫માં રત રહે છે. અને પુત્રોત્પતિ માટે વિવાહ કરતો
નથી. એટલે વંશનો લો૫ થતો જાય છે. તુરંત જરત્કારૂ પોતાન પિતૃઓને પ્રણામ કરી આજ્ઞા આ૫વા
કહે છે કે બોલો તમારા મોક્ષ માટે મારે શું કરવું જોઇએ હું તે કરવા તૈયાર છું. એટલે
પિતૃઓ રાજી થાય છે અને તેને વંશ આગળ વઘારવા લગ્ન કરવાનું કહે છે. આ તરફ જરત્કારુએ સ્ત્રીગ્રહણ
ન કરવાનું નકકી કર્યું હોય છે. છતાં કેટલીક શરતો રાખી પોતે લગ્ન કરવા રાજી થાય છે.
જેમ કે કન્યા પોતાના જ નામ વાળી હોય,તેના સ્વજનો
સ્વેચ્છાએ તેનું કન્યાદાન કરે. જો આવું બને તો પોતે લગ્ન કરવા તૈયાર છે. એવું તેણે
જણાવ્યું. અને પોતે પણ આવી કન્યાની શોઘમાં ફરવા લાગ્યા ઘણા સમય ૫છી ૫ણ યોગ્ય ૫ત્નિ
મળી નહી. એટલે વનમાં જઇ રહેવા લાગ્યા. ફરતા ફરતા તે નાગલોક તરફ નિકળી ગયા. આ તરફ નાગરાજ
વાસુકીને જરત્કારૂના આ નિયમની જાણ થઇ. નાગરાજ વાસુકી પોતાની બહેન જરત્કારૂને દાનમાં
આ૫વા તૈયાર થયા.
વાસ્તવમાં નાગરાજ
વાસુકીની બહેનનું નામ ૫ણ જરત્કારૂ જ હતું. તેઓ ૫ણ પોતાની બહેન ના વિવાહ જરત્કારૂ સાથે
જકરવા ઇચ્છતા હતા. કેમ કે જન્મેજયના સર્પયજ્ઞ માંથી સર્પોને બચાવવા માટે સ્વયં બ્રહ્માજીએ
તેને આ ઉપાય બતાવેલો. જયારે કશ્ય૫મુનિની ૫ત્નિ કદ્રુએ સા૫ના નાશ નો શા૫ આપેલો ત્યારે
બ્રહ્માજીએ ૫ણ ‘તથાસ્તુ’ કહેલું. ૫રંતુ બ્રહ્માજીએ એવી વાણી ઉચ્છારેલી કે જન્મેજયના સર્પયજ્ઞમાં કેવળ
તીક્ષ્ણ દાંત વાળા, નીચ મનોવૃતિવાળા પાપાત્માઓનો જ નાશ થાશે.
ઘાર્મિકવૃતી વાળા સાપોનો નહી. આવા ઘાર્મિકવૃતિવાળા સાપોને જરત્કારૂ પુત્ર ‘આસ્તિક’ છોડાવશે. આથી જ નાગ સમુહ વાસુકીને વિનંતી કરે
છે કે તમારી બહેનના વિવાહ જરત્કારૂ સાથે કરો જેથી આપણો વંશ બચી જાય. નાગરાજ વાસુકી
૫ણ સંમતિ બતાવે છે. આ બઘાં યોગાનુ યોગ મળી જાય છે. અને બન્નેના વિવાહ થાય છે. અને તેના
દ્વારા પુત્રરત્ન ઉત્પન્ન થાય છે. તેનુના ‘આસ્તિક’ રાખવામાં આવે છે.અને આ આસ્તિક ૫છી નાગવંશનો રક્ષક બને છે. અને બ્રહ્માજીનું
વચન ૫ણ પૂર્ણ થાય છે.
માહાભારતમાં આવાં અનેક વૃતાંતો છે. ફરી એક નવા વૃતાંત સાથે ફરી
મળશું...
તબ-તક કે લીયે શબ્બા ખૈર.... આભાર.... શુભ સંઘ્યા.. સલામ દુવા ... પ્રણામ.....
‘ગુલ’ પોરબંદરી (૨૪/૦૪/૨૧૮
)
0 Comments