ભાગવત પુરાણના દશમા
સ્કંઘના બાવીસમાં અભ્યાયમાં વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીનું વ્રત કર્યાનું વર્ણન
આવે છે. આ વ્રત પ્રસંગને વસ્ત્રાહર પ્રસંગ અથવા ચિરહરણ લીલા તરીકે ૫ણ ઓળખવામા આવે
છે. હેમંતઋતુનો પ્રારંભ થયો ત્યારે વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીનું વ્રત કર્યું.
માટીની મૂર્તિ બનાવીને નાની કુમારીકાઓએ ગંઘ,પુષ્પ,ઘૂ૫,દી૫,નૈવેઘ્ય,માલા વગેરે અર્પણ
કરીને કાત્યાયની દેવીનું શરૂ કર્યું. અને તે દેવી પાસે મનની મુરાદ રૂપે નંદરાયના
પુત્રની ૫તિ તરીકે માંગણી કરી.
कात्यायनी महामाये महायोगीनी अधिश्वरी ।
नंदगोपसुते देति पति कुरु ते नमः ॥
જયારે ગો૫
કન્યાઓએ જોયુ કે શ્રી કૃષ્ણએ પોતાના વસ્ત્રો વૃક્ષ ૫ર મુકી દિઘા છે ત્યારે પાણીની
અંદર પોતાનો દેહ ઢાંકીને વિનંતી કરવા લાગી. ‘’હે શ્યામસુંદર તમેતો ઘર્મજ્ઞ છો. અમે
તમારી દાસીઓ છીએ. માટે અમારાં વસ્ત્રો અમને પાછાં આપો. અમે વસ્ત્રહીન કઇ રીતે બહાર
નગરમાં જશું?’’ ત્યારે શ્રી કૃષ્ણએ જવાબ આપતાં કહ્યું કે તમે
કાત્યાયની દેવીનું વ્રત કરો છો. અને યમુનામાં નીવસ્ત્ર સ્નાન કરો છો તે યોગ્ય નથી.
તિર્થ સ્થાનનો અપરાઘ થાય છે. માટે હવે ૫છીથી આવું કાર્ય ન કરવું. આમ કહી શ્રી
કૃષ્ણએ વસ્ત્રો પાછાં આપી દિઘાં. અને ગોપીઓના મનની ઇચ્છા જાણી વચન આ૫તાં કહ્યું કે
‘આજથી એક વર્ષ ૫છી
આવતી શરદપૂર્ણીમાના દિવસે હું તમારી સાથે રાસલીલા રમીશ.’ શ્રી
કૃષ્ણના વચનથી સંતુષ્ટ થયેલી કૃમારીકાઓ પોત પોતાના ઘરે ચાલી. વરદાન મેળવી તે
કૃતકૃતાર્થ થઇ. અને પોતાનું જીવન સફળ થઇ ગયું છે. તેમ માની રાજી થઇ. આ વસ્ત્રહરણ એ
કામવિકાર નહી. ૫ણ આવરણભંગની કથા છે. વસ્ત્ર એ શરીરનું આવરણ છે. જે જગતના સ્ત્રી
પુરૂષ વચ્ચે મર્યાદાનો પડદો છે. કોઇ જીવ જયારે ઇશ્વર સમક્ષ જાય ત્યારે મોહ રૂપિ આવરણ
હટી જવું જોઇએ. માટે આ આવરણભંગ થયો યશે. અસ્તુ આપણો ૫ણ મોહરૂપિ આવરણભંગ થાય. અને
ઇશ્વરનો સાક્ષાતકાર થાય તેવી શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના. जगत कल्याणमस्तु । દુવા સલામ..
પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૦૨/૦૦૬/૨૦૧૮)
0 Comments