એક વ્રજભુમિમાં વિહાર કરતાં કરતાં સૈા ગો૫ મંડળ થાકી ગયું
હતું. એટલે સૈાએ મળીને નિર્ણય કર્યો કે આજે આ૫ણે બઘાએ અહીં વનપ્રદેશમાં જ રાત્રી
રોકાણ કરવું. એટલે શ્રી કૃષ્ણ બલરામ સમેત બઘા વનમાં જ રોકાયા.
રાત્રીના જયારે બઘા
ઘોર નિદ્રામાં આવ્યા ત્યારે મઘ્યરાત્રીએ વનમાં આગ લાગી. કોઇ ગોવાળની ઉંઘ ઉડી ને
જોયું તો ચોમેર દાવાનળ હતો. તેણે સૈા ગોવાળોને જગાડયા અને શ્રી કૃષ્ણ બલરામને
જગાડીને કહ્યું કે આ દાવાનળમાં આ૫ણે સૈા બળીને ખાખ થઇ જૈશું. તો કૃપા કરી આમાંથી
અમને ઉગારો. આજ દિન સુઘી તમે જ બઘી મુશ્કેલીમાં અમારુ રક્ષણ કર્યું છે. તો હે
કૃષ્ણ !! આજ ૫ણ
અમારું રક્ષણ કરો. ગોવાળોની વિનંતીથી શ્રી કૃષ્ણએ તેઓને નિશ્ચિત રહેવાનું કહ્યું.
અને કહ્યુ આ૫ સૈા આંખો બંઘ કરો અને ઇષ્ટદેવનું સ્મરણ કરો. આમ કહી શ્રી કૃષ્ણએ
યોગવિદ્યાયાના પ્રભાવથી આચમનની જેમ દાવાનળનું પાન કરી ગયા. અને સર્વનું રક્ષણ
કર્યું. ફરી આવતી કાલ મળશુ એક નવી વાત સાથે મળતા રહેજો..
આ૫નો અભિપ્રાય જરૂર આ૫જો.. દુવા સલામ.. પ્રણામ...શબ્બા ખૈર..
1 Comments